ગુજરાત
News of Friday, 24th January 2020

અમદાવાદની સોલા સિવિલની હોસ્ટેલમાં દારૂની મહેફિલ પણ થતી હોવાનો ઘટસ્ફોટ

હોસ્ટેલના પાર્કિંગમાં મળેલી બીયરની બોટલ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી

અમદાવાદ : સોલા મેડિકલ કોલેજની હોસ્ટેલના પાર્કિંગમાં દારૂની બોટલો જોવા મળે ત્યારે દારૂબંધીની પોલ ખુલી જાય છે. આ સોલા સિવિલની હોસ્ટેલમાં દારૂની મહેફિલ પણ થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

   સોલા સિવિલની હોસ્ટેલના પાર્કિંગમાં મળેલી બીયરની બોટલ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ થાય છે. પરંતુ ભવિષ્યના ડોકટર જ્યાં અભ્યાસ કરે છે જ્યાં રહે છે ત્યાં બીયરની બોટલો જોવા મળે ત્યારે ચોક્કસપણે સવાલ થાય કે ગુજરાતમાં આવી તે કેવી દારૂબંધી. હોસ્ટેલમાં દારૂની મહેફિલ જામતી હોવા છતા મેડિકલ કોલેજના ડીન આ વાતથી અજાણ હોય તે વાત અહીં માની શકાય તેવી નથી. ત્યારે સવાલ એ પણ થાય કે શું ડીન જાણી જોઇને આંખ મિચામણા કરીને મહેફિલને ચાલવા દે છે.

(11:09 pm IST)