ગુજરાત
News of Friday, 24th January 2020

પાલનપુર જકાતનાકા નજીક સ્ટાર કોર્નરની ઓફિસે વેચી ડોક્ટર પાસેથી ભેજાબાજે 37 લાખ પચાવી લેતા ગુનો દાખલ

સુરત : પાલનપુર જકાતનાકા સ્થિત રે. સર્વે નં. 40 પૈકી બ્લોક નં.13/અને રે. સર્વે નં. 35 ના બ્લોક નં. 91/માં ફાયનલ પ્લોટ નં.13 અને 14 માં આવેલા સ્ટાર કોર્નરમાં નિરામય નામે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ધરાવતા રોહન કિરીટકુમાર જરીવાલા (ઉ.વ. 31 રહે. ભવન્સ રેસીડેન્સીએલ.પી. સવાણી રોડઅડાજણ) એ હોસ્પિટલના કામ હેતુથી વધુ એક ઓફિસ ખરીદવા પ્રોજેકટના બિલ્ડર અનિલ વીરડીયાનો સંર્પક કર્યો હતો. બિલ્ડરે સાવન ઠાકરશી ખેની (રહે. 7/બીમોહન ગોપાલની વાડીઉર્મી સોસાયટીવરાછા રોડ) ની માલિકીની ઓફિસ નં. 404 રી-સેલ કરવાની છે એમ કહી સાવન સાથે ડો. રોહનની મિટીંગ કરાવી હતી. મિટીંગમાં ઓફિસનો સોદો રૃા. 37 લાખમાં કરવામાં આવ્યો હતો અને તા. 11 માર્ચ 2019 ના રોજ ડો. રોહને આરટીજીએસથી સાવનના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ઓફિસ વેચાણનું પેમેન્ટ સ્વીકારી લીધું હોવા છતા સાવને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો અને તા. 26 જુન 2019 ના રોજ નોટોરાઇઝ સાટાખત લખી આપી ઓફિસનો કબ્જો સોંપી દીધો હતો અને ટુંક સમયમાં વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ સાવને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો. ડો. રોહને દસ્તાવેજ કરી આપવા માટે સાવન પર દબાણ કરતા જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ઓફિસ ઇન્ડુસન્ડ બેંકમાં મોર્ગેજ કરી રૃા. 92 લાખની લોન લીધી છે અને લોનના હપ્તા ભરપાઇ કર્યા નથી. સાવને ઓફિસ વેચાણ વખતે કોઇ પણ પ્રકારનો બોજો હોવાનો ઇન્કાર કર્યો હતો અને તેનું જુઠાણું બહાર આવતા સાવનના કૌટુંબીક ભાઇ કરમશી ખેનીએ એકાદ મહિનામાં લોન ભરપાઇ કરી બેંકની એનઓસી મેળવી દસ્તાવેજ કરાવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ત્યાર બાદ પણ સાવને ડો. રોહન જરીવાલાએ આજ દિન સુધી ઓફિસનો વેચાણ દસ્તાવેજ નહિ કરી આપતા છેવટે આ અંગે અડાજણ પોલીસ મથકમાં સાવન ખેની વિરૃધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. 

(5:13 pm IST)