ગુજરાત
News of Friday, 24th January 2020

ગુજરાત સરકાર ૫૭ હજાર યુવાનોને નોકરી આપવા ભરતીમેળો યોજશે

અમદાવાદ, તા.૨૪: ફેબ્રુઆરી મહિનામાં રાજય સરકાર દ્વારા રાજયના ૩૦ જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ કોમર્સ કોલેજોના સ્નાતક વિદ્યાર્થીઓ માટે 'મેગાજોબ ફેર' યોજાશે.

અહેવાલ પ્રમાણે આ જોબ ફેરમાં કુલ ૩,૮૮૩ કંપનીઓ ભાગ લેશે.

બેરોજગારીને કારણે મુશ્કેલીમાં સપડાયેલી ગુજરાત સરકાર યુવાનોના આક્રોશને ઠંડો પાડવા માટે મથી રહી છે.

નોંધનીય છે કે ગત વર્ષે બેરોજગારીની વિકટ સમસ્યા તરફ રાજય સરકારનું ધ્યાન દોરવા માટે યુવાનોએ પોતાના નામની આગળ 'બેરોજગાર' શબ્દ જોડીને સોશિયલ મીડિયા કેમ્પેઇન શરૂ કર્યું હતું.

(11:37 am IST)