ગુજરાત
News of Wednesday, 23rd December 2020

ગાંધીનગર જિલ્લામાં વિવિધ ગુનાહમાં નાસતા ફરતા આરોપીને પોલીસે તારાપુર નજીકથી ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાતા ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને પકડવા માટે હાલ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ત્યારે એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો. જોગીન્દરસિંગ અને કો.સુરેશકુમારને બાતમી મળી હતી કે અડાલજ પોલીસ મથકમાં દસ મહિના અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપી મફાભાઈ ભોપાભાઈ ભરવાડ રહે.હડમતીયા છાપરા સે-, મુળ ગાંગડ તા.લખતર અને લાલાભાઈ ઉર્ફે લીલાભાઈ જહાભાઈ ભરવાડ રહે.સે-૧૩ના છાપરા મુળ જેજરા તા.વીરમગામ હાલ તારાપુર પાટીયા પાસે ઉભા છે અને રાજસ્થાન ભાગી જવાની ફીરાકમાં છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે બન્નેને ઝડપી લીધા હતા અને અડાલજ પોલીસના હવાલે કર્યા હતા. આરોપીઓને દસ મહિના અગાઉ ત્રિમંદિર પાસે પાનપાર્લરના સંચાલક સાથે ઝગડો કરીને હુમલો કર્યો હતો

(5:37 pm IST)