ગુજરાત
News of Wednesday, 23rd December 2020

રુદ્ર લોક સેવા ગ્રુપે દેવહાત્રા યાત્રાધામે જતાં રાજપીપળાના ભકતોને ફુલહાર પહેરાવી સાલ ઓઢાવી રવાના કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટેકરા ફળિયા વિસ્તારનાં ભકતો દેવહાત્રાનાં તીર્થયાત્રા ધામે દર્શન અર્થે જવા રવાના થયા હતાં દેવહાત્રા દર્શન અર્થે જતાં ભક્તોને રુદ્ર લોક સેવા ગ્રુપના પ્રમુખ અમીત વસાવાએ પુષ્પહાર પહેરાવીને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતાં.
  નમૅદા જિલ્લાના સાતપુડા ડુંગરોની  ગિરંકદના જંગલોમાં  ઉચા પહાડોની વચ્ચે આવેલ દેવહાત્રા પ્રાચીન તીર્થધામ આવેલુ છે આ તીર્થધામે મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો જતા હોય,રાજપીપલાના ટેકરા ફળિયાથી પણ ભક્તો જવા રવાના થયાં હતાં આ ભક્તોને રુદ્ર લોક સેવા ગ્રુપના પ્રમુખ અમીત વસાવા દ્વારા શાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી સન્માનિત કયૉ હતાં સાથે સાથે દેવહાત્રા  તીર્થ ધામે દર્શનાર્થે જતાં તમામ ભકતોને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભક્તોના ભોજનનું આયોજન કરાયું હતું.

(11:22 pm IST)