ગુજરાત
News of Monday, 23rd November 2020

જાહેરમાં જન્મદિનની ઉજવણી, આતશબાજી કરવામાં આવી

સુરતમાં કોરોના અને કર્ફ્યૂના માહોલમાં તાયફો : શહેરમાં જાહેરમાં જન્મ દિવસ ઉજવવાને લઇને પહેલાંથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ

સુરત,તા.૨૩ : સુરતમાં જાહેરમાં જન્મ દિવસ ની ઉજાણી કરવા પર પહેલાંથી   પોલીસ કમિશનરનું જાહેર નામા અંતર્ગત પ્રતિબંધ છે. જોકે જાહેરનામું  ભગ કરે તેના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવ છે. તેવામાં હાલમાં કોરોનાને લઈને સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં એક યુવાને પોતાના જન્મ દિવસની કર્ફ્યૂ વચ્ચે ઉજવણી કરી હતી. જોકે ઉજવણી ફટાકડા ફોડીને કરી હતી વિડીયો વાઇરલ થતા પોલીસે શોધખોળ રૂ કરી છે. જાહેરમાં આવા તમાશા કરવા પર મનાઈ હોવા છતાં જાણે કે નિયમ અમને લાગું નથી પડતા તેવો સંદેશો આપતા યુવકોએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા હતા. સુરત શહેરમાં જાહેરમાં જન્મ દિવસ ઉજવવાને લઇને પહેલાંથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. પણ લોકો જાહેરનામાનું સતત ઉલ્લંઘન કરતા હોય છે. એમાં પણ કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. તેવામાં કર્ફ્યૂ વચ્ચે રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કમિશનરના જાહેરમાં ઉજવણી કરવાના જાહેર નામાનો ભંગ થતો સ્પષ્ટ રીતે જોવા મળે છે. યુવક દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની સાથે સાથે જાહેરમાં આતશબાજી પણ કરવામાં આવે છેજોકે વીડિયો સુરત   રાજકીય પાર્ટીનો કાર્યકર નિયમોનો ઉલ્લંઘન કરીને આતશબાજી સાથે જન્મ દિવસની ઉજવણી કરતો હોવાનું સામે આવી રહ્યું છે. જાહેરમાં કેક કાપીને આતશબાજી કરવાની સાથે સાથે મિત્રોને પણ કેક કાપીને ખવડાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીંયા એક તો જાહેરમાં જન્મ દિવસ ની ઉજાણી કરી જાહેર નામનો ભંગ સાથે કર્ફ્યૂ વચ્ચે ઉજાણી કરી બીજા જાહેરનામનો ભાગ કરતા હોવાનો સામે આવ્યુ છે જોકે વિડીયો વાઇરલ થયા બાદ હવે પોલીસે કાર્યવાહી રૂ કરી છે અને ઉજાણી કરતા યુવકની શોધખોળ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી તજવીજ હાથ ધરી છે.

(7:34 pm IST)