ગુજરાત
News of Monday, 23rd November 2020

સુરતના બમરોલી નજીક હિટ એન્ડ રન: ચાલતા જતા પ્રૌઢને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત: શહેરના બમરોલી રોડ કોમલ સર્કલ પાસે પગપાળા જઈ રહેલા પ્રૌઢને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા થતા મોતને ભેટ્યા હતા. જોકે વાહનચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધનાના બમરોલી રોડ પર હરિધામ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય લિંગરાજ મહાદેવ સાહુ રવિવારે રાત્રે પગપાળા કામ અર્થે જતા હતા. તે સમયે બમરોલી રોડ પર કોમલ સર્કલ નજીક બ્રિજ પાસે પુરપાટ હંકારતા અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા થતા ત્યાં હાજર લોકોએ 108ને જાણ કરી હતી. જેથી તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

(5:02 pm IST)