ગુજરાત
News of Monday, 23rd November 2020

વડોદરાના કીર્તિસ્તંભ બસસ્ટેન્ડ નજીક જુગાર રમતા 12 જુગારીઓને પોલીસે 88 હજારની મતા સાથે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરમાં કીર્તિસ્થંભ બસસ્ટેન્ડ અને કિશનવાડીમાં જુગાર રમતા ૧૨ જુગારીઓને પોલીસે ૮૮ હજારની મત્તા સાથે ઝડપી પાડયા છે

કિશનવાડી વુડાના મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે વારસિયા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી અને પાંચ  જુગારીઓને રોકડા ૧૫૯૦ રૃપિયા, પાંચ મોબાઇલ ફોન અને બાઇક સહિત ૭૫,૯૫૦  રૃપિયાની મત્તા  સાથે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક બનાવમાં કીર્તિસ્થંભ બસસ્ટેન્ડ પાસે  કુકરીદાણાનો જુગાર રમતા જુગારીઓને નવાપુરા પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે  જુગારીઓ પાસેથી  ૧૨,૦૪૦ રૃપિયાની મત્તા જપ્ત કરી છે

(5:01 pm IST)