ગુજરાત
News of Monday, 23rd November 2020

વડોદરાના વાડી વિસ્તારમાં ભાઈબીજ કરવા જવું શખ્સને ભારે પડ્યું:બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 50 હજારની કિંમતના દાગીના ચોરી રફુચક્કર

વડોદરા:શહેરના વાડી વિસ્તારમાં આવેલ શિવ લહેરી મહોલ્લામાં રહેતા ભારતીબેન સકડે ખાનગી બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. શનિવારે તેઓ મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી નોકરી પર ગયા હતા અને ત્યાંથી કરજણ ખાતે નાની બહેનના ઘરે ભાઈબીજના પ્રસંગે રોકાયા હતા. તેઓને મોબાઇલ ફોનથી જાણ થઈ હતી કે "તમારા મકાનનું તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે." 

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘરમાં પ્રવેશ લો અજાણ્યો તસ્કર તિજોરીનું લોક તોડી સામાન વેરવિખેર કરી સોનાનો ઝુમ્મર, સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી, ચાંદીના છડા, ચાંદીનો જુડો, ચાંદીનો સેટ, ચાંદીનો કંદોરો, 500 ગ્રામ ચાંદીના ઘરેણા ભરેલો ડબ્બો થતા રોકડા રૂપિયા 25000ની મતા ચોરી નાસી છુટ્યો હોવાનું બહાર આવ્યું હતું.

(5:00 pm IST)