ગુજરાત
News of Monday, 23rd November 2020

સુરતમાં પુણાના શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા બંધ કરાવાયું : પોલીસ તૈનાત કરાઈ

સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટમાં લોકો શાકભાજીની ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકો ભાન ભૂલ્યા હતા. આ અંગે પાલિકા કમિશનરે પણ નારાજગી દર્શાવી હતી. જેથી આજે સવારથી જ આ શાકભાજી માર્કેટને બંધ કરાવી દેવામાં આવ્યું છે. હાલ પોલીસ તૈનાત પણ કરી દેવામાં આવી છે

(1:55 pm IST)