ગુજરાત
News of Monday, 23rd November 2020

વડોદરામાં કોરોનાને નાથવા માટે તંત્ર એક્શન મોડમાં આરોગ્યની 800 ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કામગીરી

છેલ્લા 8 દિસમાં 18 લાખ લોકોની તપાસ કરાઈ

વડોદરા : શહેર તેમજ જિલ્લામાં કોરોના બેકાબુ જોવા મળતા તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા આરોગ્યની 800 ટીમો ઘરે-ઘરે જઇને સર્વેની કામગીરી કરશે. આરોગ્યની ટીમ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓની તપાસ કરશે. હાલ છેલ્લા 8 દિવસમાં 18 લાખ લોકોની તપાસ થઇ ચુકી છે.

વડોદરામાં રાત્રી કર્ફ્યુંના કારણે હોટલ સંચાલો મુશ્કેલીમાં મુકાયા છે. હોટલ સંચાલકોના જણાવ્યાં મુજબ અનલોકમાં જામેલો ધંધોફરી તૂટ્યો  છે. કેટલીક રેસ્ટોરાંમાં 50 ટકા સ્ટાફ ઓછો કરાયો. રાત્રિ પાર્ટી, બર્થ ડે પાર્ટી અને સગાઇના અનેક બુકિંગ મળ્યાં હતા. શહેરમાં રાત્રિ કર્ફ્યુંના કારણે તમામ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યાં. હતા

(11:53 am IST)