ખેડા જિલ્લામાં 24 કલાકમાં સર્જાયેલ ગમખ્વાર જુદા-જુદા બે અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું: એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ખેડા: જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન સર્જાયેલા અકસ્માતના જુદા-જુદા બે બનાવોમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક રાહદારી વૃધ્ધને ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં ૩૨ વર્ષીય મહેન્દ્રભાઈ ઉર્ફે ટીકો મહેશભાઈ ડાભી ગત રાત્રીના એક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નં. જીજે-૦૭, સીઈ-૬૭૯૭ લઈ ટુંડેલ ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં ૪૮ પરના પીજ ઓવરબ્રીજ નજીકથી પસાર થતાં હતાં. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતાં કોઈ અજાણ્યાં વાહનનો ચાલક મહેન્દ્રભાઈની મોટરસાઈકલને અડફેટે લઈ ભાગી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાઈ જમીન પર પટકાયેલા મહેન્દ્રભાઈને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.