સુરત: પૂર્વ પતિએ મહિલાના ચારિત્ર્ય અંગે શંકા કરી એસિડ એટેક કરતા મહિલાની હાલત ગંભીર: નરાધમ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત: શહેરના ભાઠેના રઝાનગરમાં આજે સાંજે મહિલાના ઘરમાં ઘૂસી પૂર્વ પતિએ એસિડ ફેંકતા મહિલા છાતી , ગળા, પીઠ અને બંને હાથમાં દાઝી જતા ગંભીર ઇજા થઇ હતી. મહિલાનો પતિ ચારિત્ર્ય અંગે શંકા રાખી મારઝૂડ કરતો હોય તેમના દોઢ માસ અગાઉ જ તલાક થયા હતા.
બનાવ અંગે નવી સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાઠેના રઝાનગર ગરીબ નવાઝ મસ્જીદ પાસે રહેતી 24 વર્ષીય શેખ ગુલનાર શેખ નાઝીમ આજે સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં એકલી હાજર હતી ત્યારે તેનો પૂર્વ પતિ નદીમ સલીમ શેખ ( રહે.અકબર સઈદનો ટેકરો, સલાબતપુરા, સુરત ) સામાન આપવાના બહાને ઘરમાં આવ્યો હતો અને ગુલનાર ઉપર એસિડ ફેંકી ભાગી છૂટયો હતો.એસિડ એટેકમાં ગુલનાર છાતી ,ગળા,પીઠ અને બંને હાથમાં દાઝી જતા તેના પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા તેને ગંભીર ઇજા થઇ હાય દાખલ કરવામાં આવી હતી.