ગુજરાત
News of Saturday, 23rd October 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક 12 વર્ષીય કિશોરીને દેહવિક્રયના ધંધામાં ધકેલનાર નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરનાવાઘોડિયારોડના કૂટણખાનામાંથી પોલીસને મળી આવેલી ૧૨ વર્ષની કિશોરી ની પૂછપરછમાં  ચોંકાવનારી વિગતો  પ્રકાશમાં આવી છે કે,સગીરાના સગા  પિતાએ જ તેને દેહવિક્રયના ધંધામાં ધકેલી હતી.જે  પણ રૃપિયા આવતા હતા.તે રૃપિયા તેનો બાપ લઇ જતો હતો.પોલીસે અનૈતિકધામના ગુનાની સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

શહેરના વાઘોડિયારોડ સનરાઇઝ કોમ્પલેક્સમાં ચાલતા કૂટણખાના  પર પોલીસે રેડ પાડીને સાત કોલગર્લ,ત્રણ ગ્રાહક અને મહિલા દલાલ રીટા ઉર્ફે ચંદ્રિકા શાહને ઝડપી પાડયા હતા.કૂટણખાનામાંથી મળી આવેલી સાત કોલગર્લ પૈકી એક કોલગર્લની ઉંમર માત્ર ૧૨ વર્ષની છે.નાની ઉંમરમાં દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી સગીરાનું કાઉન્સેલિંગ કરી પૂછતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.૧૨ વર્ષની કિશોરી મૂળ અમદાવાદની વતની હતી.પરંતુ,છેલ્લા કેટલાક સમયથી તે સુરતમાં  પિતા સાથે રહે છે.તેની માતા ઘર છોડીને જતી રહ્યા પછી તે પિતાની સાથે જ રહેતી  હતી.અને નરાધમ  પિતાએ જ માસુમ વયની  પુત્રીને દેહવિક્રયના ધંધામાં ધકેલી હતી.અલગ અલગ શહેરમાં ચાલતા દેહવિક્રયના ધંધામાં તે જાતે  પોતાની પુત્રીને મોકલતો હતો.કિશોરી વડોદરામાં ત્રણ દિવસ પહેલા જ આવી હતી.તે અગાઉ ભરૃચમાં હતી.ત્યાં પણ તે દેહવિક્રયના ધંધામાં  હતી.વડોદરામાં ત્રણ દિવસ પહેલા જ આવેલી કિશોરી સાથે ૧૦  ગ્રાહકોએ શારીરિક સંબંધ બાંધ્યો હતો.આ તમામ ગ્રાહકોની  પોલીસે શોધખોળ હાથ ધરી છે.સગા બાપે દીકરીને છેલ્લા એક વર્ષથી દેહવિક્રયના  ધંધામાં ધકેલી હોવાની વિગતો  પોલીસને મળી છે.પોલીસે  કિશોરીના બાપને પણ ઝડપી પાડી ધરપકડ કરી છે.

(5:36 pm IST)