ગુજરાત
News of Saturday, 23rd October 2021

વડોદરા:સારવાર કરનાર ડોક્ટર પર દર્દીના સગાઓએ જીવલેણ હુમલો કરતા ધરપકડ

વડોદરા: શહેરનાઉંડેરા ગામ ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા ડો.યુવરાજ હિંમતસિંહ સિસોદીયાની વારસિયા રીંગરોડ પર શ્રી હોસ્પિટલ છે.તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૧૯ મીની રાતે સાડા નવ વાગ્યે નેહા કહાર નામની મહિલા દર્દી અમારા જનરલ  વોર્ડમાં સારવાર માટે દાખલ થઇ હતી.જેથી,અમે તેની સારવાર ચાલુ કરી હતી.આજે સવારે સાડા દશ વાગ્યે હું મારા નિત્યક્રમ મુજબ,હોસ્પિટલમાં આવ્યો હતો.અને દાખલ દર્દીઓની સ્થિતિ જોવા માટે રાઉન્ડમાં નીકળ્યો હતો.ત્રીજા માળે જનરલ વોર્ડમાં દાખલ દર્દી નેહા કહારને ચેક કરી હતી.ત્યારે  દર્દીના સગા બેઠા હતા.જે પૈકી મરૃન કલરનું શર્ટ  પહેરેલા યુવકે જણાવ્યું હતું કે, અમારે રજા લેવી છે.અમારા ઘરમાં આજે  પ્રસંગ છે.જેથી,તાત્કાલિક રજા આપો.તેમ કહીને મારી પાસે રજા માંગી હતી.મેં તેઓને કહ્યું હતું કે,અત્યારે દર્દીના રિપોર્ટ રજા આપવા યોગ્ય નથી.જો તમારે રજા જોઇતી હોય તો તમે બીજા  ૃડોક્ટર પાસે સારવાર કરાવી લેજો.હું હાલ તમને  ડિસ્ચાર્જ આપી દઉં છું પણ ત્યારબાદ દર્દીને કંઇ થશે તો તેની જવાબદારી તમારી રહેશે.તેવું કહીને હું મારી ઓફિસમાં જતો હતો.ત્યારે મારા સ્ટાફના ડો.નિમેશે આવીને જાણ કરી હતી કે,નેહા કહારના સગા વોર્ડમાં બૂમાબૂમ કરે છે.મેં વોર્ડમાં  જઇને દર્દીના સગાને કહ્યું  હતું કે,તમે બૂમાબૂમ કરશો નહી. અન્ય દર્દીઓને તકલીફ થાય છે.મરૃન કલરનું શર્ટ પહેરેલા યુવકનો હાથ પકડીને મેં નીચે જવા કહ્યું હતું.તેમછતા તે બૂમાબૂમ પાડતો હોય હું બહાર નીકળી ગયો હતો.મારી પાછળ તે યુવક સહિત બે વ્યક્તિઓ આવ્યા હતા.અને મને કહેતા  હતા કે,તમે કેમ રજા આપતા નથી.એક યુવકે મને બોચી પર  ટપલી મારી હતી.અને અન્યએ મોંઢા પર મુક્કો માર્યો હતો.મને ગાળો બોલી બંનેએ ગડદાપાટુનો માર માર્યો હતો.અને ધમકી આપી હતી કે,તું બહાર નીકળ તને જીવતો રહેવા દઉં નહી.

(5:35 pm IST)