ગુજરાત
News of Saturday, 23rd October 2021

વડોદરામાં મકાન માલિકની જાણ બહાર દંપતીએ મકાન પર લોન મેળવી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા: મકાન માલિકની જાણ બહાર દંપતીએ મકાનની દીવાલને નુકસાન પહોંચાડવાની સાથે મકાન ઉપર લોન મેળવી છેતરપિંડી આચરી હોવાનો બનાવ જવાહર નગર પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

વડોદરા શહેરના છેવાડે બાજુ આ ખાતે કેવલ ફાર્મમાં રહેતા વાસુદેવભાઈ ઠક્કરે ઈમેઈલ થકી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રકાશભાઈ અમૃતલાલ ઠક્કર તથા ભાવનાબેન પ્રકાશભાઈ ઠક્કર ( બંને રહે - મકાન નંબર 45, મહેશ્વરી સોસાયટી, કરોળિયા રોડ, બાજવા)ને પોતાની માલિકીનું બાજવા વિસ્તારની મહેશ્વરી સોસાયટીમાં આવેલું 45 નંબરનું મકાન રહેવા માટે આપ્યું હતું. મકાનની દિવાલને નુકસાન પહોંચાડવાની સાથે તે મકાન ઉપર દંપતીએ લોન મેળવી છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે દંપતી વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)