ગુજરાત
News of Saturday, 23rd October 2021

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 14 શકુનિઓને ઝડપી પાડયા

સુરત: અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંત્તરે નાનપુરા ડક્કા ઓવારા પર તાપી નદીના કિનારે ઝુપડામાં ધમધમતા પ્રકાશ માછીના જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી 14 જુગારીને ઝડપી પાડી 10 મોબાઇલ સહિત કુલ રૂ. 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે જુગારધામ કુખ્યાત પ્રકાશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ગત રોજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંત્તરે આવેલા નાનપુરા ડક્કા ઓવારા પર ઝુપડામાં ધમધમતા કુખ્યાત પ્રકાશ માછીના જુગારધામ પર દરોડા પાડયા હતા. પોલીસ ત્રાટકતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે વરલી મટકા અને પોપટ ચકલીનો જુગાર રમી રહેલા તમામ 13 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ. 23,950 ની મત્તા અને 10 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે જુગારધામ ચલાવનાર પ્રકાશ માછી ઉર્ફે પ્રકાશ ઉર્ફે પ્રકાશ મામા છોટુભાઇ કહારને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બિનવારસી હાલતમાં એક્ટીવા મોપેડ નં. જીજે-5 ડીએફ-5002, એક્સેસ નં. જીજે-5 એચટી-8363 કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનથી માંડ 500 મીટરના અંત્તરે આવેલા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકતા અઠવાલાઇન્સ પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. 

 

(5:30 pm IST)