ગુજરાત
News of Saturday, 23rd October 2021

ખેડા જિલ્લામાં 90 ટકા રસીકરણની કામગીરી સમાપ્ત કરવામાં આવી

ખેડા જિલ્લામાં 90 ટકા રસીકરણની  કામગીરી  સમાપ્ત કરવામાં આવીનડિયાદ : સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડ લોકોને કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડા જિલ્લામાં સૌથી વધુ વસો તાલુકામાં ૧૦૬ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. જયારે સૌથી ઓછું રસીકરણ ઠાસરા તાલુકામાં ૮૨ ટકા લોકોને કોવિડની રસી આપવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. 

સરકાર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા કોવિડ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્રની ટીમો દ્વારા દરેક ગામ અને શહેરમાં  રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ખેડા જિલ્લામાં તાલુકાદીઠ થયેલ કામગીરી અનુસાર વસો ૧૦૬ ટકા, ઠાસરા ૮૨ ટકા, ગળતેશ્વર ૮૭ ટકા,  કઠલાલ ૮૯ ટકા, માતર ૮૯ ટકા, મહુધા ૯૦ ટકા, મહેમદાવાદ ૯૦ ટકા, તેમજ નડિયાદમાં ૯૦ ટકા જયારે ખેડામાં ૯૬ ટકા અને કપડવંજ તાલુકામાં ૯૩ ટકા કામગીરી થઇ છે. સમગ્ર જિલ્લામાં પ્રથમ ડોઝની સરેરાશ ૯૦ ટકા કામગીરી કરવામાં આવી છે. જયારે કોવીડ રસીકરણમાં બીજા ડોઝની પ્રાત્રતા ધરાવતા ૮૮ ટકા લોકોએ રસી મુકાવી હોવાનું પણ  જિલ્લા આરોગ્ય ખાતાના કન્ટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

(5:28 pm IST)