ગુજરાત
News of Saturday, 23rd October 2021

વડોદરા હાઇ પ્રોફાઇલ કુટણખાનામાં સગા બાપે જ 12 વર્ષની પુત્રીને દેહ વ્‍યાપારમાં ધકેલી દીધી હોવાનું ખુલતા ખળભળાટઃ 10થી વધુ શખ્‍સોની શોધખોળ

મહિલા ગ્રાહકોનું કઇ રીતે બુકિંગ કરતી-અન્‍ય કોની સંડોવણી : તે દિશામાં તપાસ

વડોદર:  વાઘોડિયા રોડ પરથી પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યુ હતું. જેમાં 12 વર્ષની કિશોરી સહિત 7 મહિલાઓ અને 3 ગ્રાહકોને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કુટણખાનામાં 12 વર્ષની કિશોરીને તેના જ પિતાએ દેહ વ્યાપારના દલદલમાં ધકેલી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરા PCB પોલીસને બાતમી મળી હતી કે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઈઝ કોમ્પલેક્ષમાં કુટણખાનું ધમધમી રહ્યું છે, જેના આધારે પોલીસે કુટણખાના પર દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી 7 મહિના અને 3 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. PCB પોલીસે તપાસ કરતા ચંદ્રિકાબેન ઉર્ફે રીટા શાહ કુટણખાનું ચલાવતી હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં પોલીસે 3 પુરુષ અને 2 મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. જેમાં કુટણખાનું ચલાવનાર ચંદ્રિકાબેન ઉર્ફે રીટા શાહ, મંગલસિંગ વાલ્મીકિ, ચરણજીતસીંગ કંબોઝ, જયેશ મકવાણા અને પાયલ સોનીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે કૂટણખાનામાંથી પકડાયેલા લોકોમાં સુરતની 12 વર્ષની કિશોરી પણ હતી, જે પણ દેહ વ્યાપારના ધંધામાં ધકેલાઈ હોવાનું સામે આવ્યું હતું. પહેલા તો કિશોરીને જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પરંતુ તેની પુછપરછ કરતાં સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. કિશોરીના કળિયુગી પિતાએ જ પુત્રીને દેહ વ્યાપારના દલદલમાં ધકેલી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો.

અત્રે મહત્વપૂર્ણ વાત એ છે કે કૂટણખાનામાં ઓનલાઇન બુકિંગ કરનારા ગ્રાહકો આવતા હતા. પોલીસે કૂટણખાનામાંથી 12 વર્ષની કિશોરી સહિત 7 મહિલાઓને મુક્ત કરાવી છે. પોલીસે કૂટણખાનામાં મળેલ 12 વર્ષની કિશોરીના માતા પિતા સહિત વોન્ટેડ 10થી વધુ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. સાથે જ કુટણખાનું ચલાવનાર મહિલા ગ્રાહકોને કઈ રીતે ઓનલાઇન બુકિંગ કરીને બોલાવતી અને અન્ય કોણ કોણ કૂટણખાનામાં આવતા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:21 pm IST)