ગુજરાત
News of Saturday, 23rd October 2021

રાજ્ય સરકાર ઇલેક્ટ્રોનિક વાહનોની પોલિસીની સમીક્ષા કરે તેવી સંભાવના:5 નવી નીતિઓ આવશે

કેન્દ્ર સંલગ્ન યોજનાઓ અને પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવાનો નિર્ણય

અમદાવાદ :ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ઘણા નિર્ણયો ઝડપથી લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અધિકારીઓને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની સરકારમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં જે યોજના નવી અને લોકપ્રિય છે તેને આગળ ધપાવવામાં આવશે અથવા જો બિનજરૂરી હોય તો પડતી મૂકવામાં આવશે. જો કે, કેન્દ્ર સંલગ્ન યોજનાઓ અને પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિની પણ સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની સરકાર રાજ્યમાં વિવિધ વિભાગો માટે પાંચ નવી નીતિઓ લાવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના 26 વિભાગો જેમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને જે શરૂઆતથી વિવાદમાં છે તેને હાલમાં અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તેમના વિભાગની તમામ યોજનાઓ અને પ્રોજેક્ટ્સની યાદી બનાવવા અને કેબિનેટ મંત્રીઓ સાથે મળીને તેની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે.

(11:59 am IST)