ગુજરાત
News of Saturday, 23rd October 2021

સુરતમાં હોમગાર્ડ ભરતીના ફોર્મ લેવા લાગી લાંબી કતારો :ઉમેદવારોને પારાવાર હાલાકી

સુરત શહેરમાં 900 અને જિલ્લામાં 180 જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી:આ,અલગ અલગ 9 સેન્ટરો પર માત્ર 100-100 ફોર્મની જ વહેંચણી

સુરતમાં હોમગાર્ડની ભરતી શરૂ થતા જ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ઘસારો વધ્યો છે.સુરત શહેરમાં 900 અને જિલ્લામાં 180 જગ્યાઓ માટે હોમગાર્ડની ભરતી હાથ ધરવામાં આવી છે.જે માટે સુરતના અલગ અલગ ઝોનમાં 9 સેન્ટરો શરૂ કરી ફોર્મ વહેંચવામાં આવી રહ્યા છે.

જેમાં શુક્રવારે પ્રથમ દિવસે 760 ફોર્મ વહેંચાયાં હતા અને આજે પણ વહેલી સવારથી યુવાનો ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે…પરંતુ 9 સેન્ટરો પર માત્ર 100-100 ફોર્મની જ વહેંચણી થાય છે..પરંતુ તે સામે ફોર્મ ભરવા આવેલા લોકો વધુ હોવાથી તેઓને હાલાકી પડી છે.તેમજ ફોર્મ ન મળતા ઉમેદવારોએ સરકાર પર બેરોજગારી વધી હોવાના આક્ષેપ કર્યા છે.

(11:16 am IST)