ગુજરાત
News of Saturday, 23rd October 2021

ગરડેશ્વરમાં સગર્ભા પત્નીને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવતી 181 મહિલા હેલપલાઇન, રાજપીપળા

ગરડેશ્વરમાં સગર્ભા પત્નીને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવતી 181 મહિલા હેલપલાઇન, રાજપીપળા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા પાસેનાં ગામે દક્ષા બહેન (નામ બદલેલ છે)ના પતિ વ્હેમ રાખીને માર માર્યો હતો અને ત્રણ દિવસથી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. દક્ષા બહેનનું નવ માસનું બાળક છે અને હાલ તેઓ છ મહિના થયા પ્રગનેન્ટ છે. છતાંય એવી હાલતમાં તેમને ઘર માંથી કાઢી મૂક્યા અને તારા પિયર જતી રહે હું બીજી પત્ની લઈ આવીશ એવી ધમકીઓ આપતા, ત્રણ દિવસ થી તેઓ નવ માસનાં છોકરાને લઈને ખેતરે, રસ્તે એમ રહેતા હતા. ત્યારબાદ તેમને ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભયમ રેસ્ક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે કાઉન્સેલિંગ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.                
મળતી માહિતી મુજબ દક્ષાબેનના લગ્નનાં ત્રણ વર્ષ થયાં છે, અને નવ માસનું બાળક છે. છ મહિના થયા તેઓ હાલ પ્રગનેન્ટ છે. તેમના પતિને કોઈક વ્યક્તિએ કાન ભંમભેરણી કરી તારી પત્નીનાં બીજા વ્યક્તિ સાથે સબંધ છે તેઓની જૂઠી વાતો માનીને તેમને માર માર્યો અને ખોટા આરોપ લગાવીને બાળક જોડે ઘરેથી કાઢી મૂક્યા, હું બીજી પત્ની લઈ આવીશ તેવી ધમકી આપતા, ત્રણ દિવસ થી તેઓ નવ માસ નાં બાળક ને લઈને ખેતરે ક્યાં તો રસ્તે એમ રહે છે., ત્યારબાદ અભયમ ટીમે તેમના પતિનું કાઉનસેલીંગ કર્યું અને કાયદાકીય માહિતી આપી,અને સલાહ - સૂચનો પૂરા પાડતા તેઓ એ જણાવતા કે મેં બીજાની વાત માનીને  ગેર ર્તન કર્યું, પરંતુ હું એમને ઘરે લઈ જઈશ અને હવે પછી સારી રીતે રાખીશ અને કોઈ પણ રીતે તેમને હેરાનગતિ નહિ કરું તેમ જણાવતા આખરે પારિવારિક ઝગડા નું નિરાકરણ કરી સમાધાન કરી સફળતા મેળવી હતી.

(10:31 am IST)