ગુજરાત
News of Saturday, 23rd October 2021

બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંદુઓ પરના હુમલાના વિરોધમાં VHP બજરંગ દળે નર્મદા કલેકટર ને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિન્દુ પરિવારો અને હિન્દુ મંદિર પર થઈ રહેલા હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ,નર્મદાના પદાધિકારીઓ દ્વારા નર્મદા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બાંગલા દેશ માં ઘણાં સમયથી હિન્દુ પરિવાર પર હુમાલા થઈ રહ્યા છે હિન્દુ મંદિર તોડવામાં આવી રહ્યા છે આ ઇસ્લામી આતંક છે જેનો સફાયો તેમજ તેના પર લગામ લગાવવાની જરૂર છે તેવી માંગ સાથે  વીએચપી અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.જેમાં વિશ્વ હિન્દુ પરીષદ બજરંગ દળ નર્મદા જિલ્લા અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ,કો.અધ્યક્ષ ગૌતમભાઈ પટેલ,જિલ્લા મંત્રી સુજલ ભાઈ મિસ્ત્રી, દુર્ગાવાહીની અધ્યક્ષ ભામીની ઠાકર, બજરંગ દળ ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ પટેલ,બજરંગ દળ સંયોજક નર્મદા જિલ્લા. પુષ્પારાજસિંહ ચૌહાણ સાહિતનાઓ હાજર રહ્યા હતા.

(10:38 am IST)