News of Friday, 23rd October 2020
વડોદરા: પોર ગામ નજીક હાઇવે પર દોડતા ટ્રક્નું ટાયર ફાટી જતા ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવરે ઘટનાસ્થળેજ દમ તોડ્યો
વડોદરા: શહેરના પોર ગામ પાસે હાઇવે પર દોડતી ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલ્ટી ગઇ હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાયવરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે વરણામા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસા તાલુકાના શારીકોટ વિસ્તારમાં રહેતા ઇકબાલ ભીખાભાઇ ધુલધોયા ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. ગત ૨૦મી તારીખે તેમનો ભત્રીજો મોહંમદ રફીક તથા ડ્રાયવર આરીફ ફકીરમહંમદ પટેલ (રહે. બોરડીયા ફળી કસબા તા.મોડાસા જિ.અરવલ્લી) મુંબઇથી સાનમાન ભરિને રાજસ્થાન જતા હતાં. પોર નજીક હાઇવે પરથી તેઓ ટ્રક લઇને જતા હતાં તે સમયે ડ્રાયવર આરીફ ટ્રક ચલાવતો હતો જ્યારે બીજો ડ્રાયવર અને ટ્રક માલિકનો ભત્રીજો મોહંમદ રફીક કેબીનમાં સૂતો હતો.
(5:23 pm IST)