ગુજરાત
News of Wednesday, 23rd October 2019

ખેડા જિલ્લામાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: બે પક્ષો સામસામે આવ્યા: 2ને ગંભીર ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ

ખેડા: જિલ્લાના ડાકોર તેમજ નડિયાદમાં ગતરોજ સામાન્ય પ્રશ્ને થયેલા ઝઘડામાં એક-એક વ્યક્તિઓ મળી કુલ બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવા અંગેની ફરિયાદ જે તે પોલીસ મથકમાં નોંધાઈ છે.

અંગે મળતી માહિતી મુજબ ડાકોરમાં ડુંગરાભાગોળ વિસ્તારમાં આવેલ કોઠીવાળા ફળીયામાં જયદિપસિંહ લલ્લુભાઈ ગોહીલ પોતાના પરિવાર સાથે રહે છે. ગત રાત્રીના સમયે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ તેમના ઘરે હાજર હતાં તે વખતે તેમના ઘર નજીક રહેતાં નરવતભાઈ પ્રવિણભાઈ વાઘેલા તેમના ઘર આગળ આંટા મારતાં હતાં. જેથી જયદિપસિંહે અમારા ઘર આગળ આંટા કેમ મારો છો તેમ કહી નરવતભાઈને ઠપકો આપ્યો હતો. ત્યારે તેઓએ દવા લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. તે વખતે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા નરવતભાઈએ ગમેતેમ ગાળો બોલી જયદિપસિંહને ગડદાપાટુનો મારી ઈજા પહોંચાડી હતી.

(5:43 pm IST)