ગુજરાત
News of Wednesday, 23rd October 2019

દિવાળી પહેલા સુરતમાં લૂંટારુઓ સક્રિય: ધેનનો સ્પ્રે છાંટી પરિવારજનોને બેભાન કરી અડાજણમાંથી રોકડ સહીત દાગીનાની ઉઠાંતરી

સુરત:દિવાળી તહેવાર ટાંણે શહેરમાં સક્રિય થયેલા તસ્કર અને લુંટારૂ ટોળકી ગત રાત્રે અડાજણમાં ત્રાટકયા હતા.

અડાજણના સર્મપણ સોસાયટીના એપાર્ટમેન્ટમાં ત્રાટકેલા લુંટારૂઓએ કેયુરભાઇ મોદીના ઘરમાં ઘુસી જઇ પરિવારના તમામ સભ્યોને ઘેની સ્પ્રે છાંટી બેભાન કરી રોકડ અને લાખ્ખોની મત્તાના દાગીનાની લુંટ કરીને ભાગી ગયા હતા. પરિવારના સભ્યો ભાનમાં આવ્યા બાદ પોલીસને જાણ કરતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે.પોલીસ સમગ્ર ઘટનાને શંકાની નજરે જોઈ રહી છે

(5:35 pm IST)