વડોદરામાં એનઓસી વગર જ પોલો ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર ધમધમતી કરી દેવાતા આશ્ચર્ય
આ જ ગ્રાઉન્ડ પર પાંચ વર્ષ પહેલા આગ લાગી હતી જેમાં એક બાળકનુ મોત થયુ હતુ.
વડોદરામાં પોલો ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર શરૂ કરવામાં આવ્યુ છે. ફાયર વિભાગની મંજૂરી વગર ફટાકડા બજાર શરૂ કરાઈ છે. મેદાન ભાડે રાખનારે દુકાનો ભાડે આપી વેપાર શરૂ પણ કરી દીધો છે. જોકે વડોદરા ફાયર બ્રિગેડની હજુ સુધી NOC મળી નથી.તેવામાં ફટાકડા બજાર ધમધમતી કરી દેવાતા આશ્ચર્ય ફેલાયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ગ્રાઉન્ડ પર ફટાકડા બજારમાં આગ લાગી હતી. આ જ ગ્રાઉન્ડ પર પાંચ વર્ષ પહેલા આગ લાગી હતી જે આગમાં એક બાળકનુ મોત થયુ હતુ.
દિવાળીમાં ફટાકડા ફોડવાની દરેક બાળકની ઈચ્છા હોય. અબાલ વૃધ્ધ સૌમાં દિવાળીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ દિપોત્સવમાં પોતાનો આનંદ મનાવી રહ્યુ છે ત્યારે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. પણ વડોદરામા ફટાકડા બજારમાં જોખમી વેચાણ થઈ રહ્યુ છે. NOC વગર જ ફટાકડા બજાર શરૂ કરી દેવાઈ છે.તેવો કચવાટ પણ ફેલાયો છે