ગુજરાત
News of Tuesday, 23rd October 2018

બ્રહ્માંડમાં ૧૭૦ કરોડ ગેલેક્સી આવેલ છે...

ઓગસ્ટ-૨૦ સુધીમાં સતત આપત્તિ

અમદાવાદ,તા.૨૩ : શહેરના જાણીતા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે બ્રહ્માંડ વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવી કે, પૃથ્વીનો વ્યાસ ૧૨,૭૫૬ કિ.મીનો છે. જેની સામે ગુરૂ ગ્રહનો વ્યાસ એક લાખ, ૪૨ હજાર કિ.મીનો છે.  પૃથ્વી, મંગળ, ગુરૂ, શુક્ર, શનિ જેવા કેટલાય ગ્રહો અને તારાઓ બ્રહ્માંડમાં છે. ૧૦૦ કરોડ તારાઓ ભેગા થાય ત્યારે એક ગેલેક્સી(અવકાશગંગા) બને છે અને બ્રહ્માંડમાં આવી ૧૭૦ કરોડ ગેલેક્સી છે હવે સમજી લો, કે આપણે કયાં અને કેટલામાં છીએ. દરમિયાન યુવા ખગોળશાસ્ત્રી તથાગત કશ્યપે વધુ એક મહત્વની આગાહી કરતાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી ઓગસ્ટ-૨૦૨૦ સુધીમાં સતત આઠ મહિના દરમ્યાન સૌથી વધુ પ્રમાણમાં ભૂકંપો, જવાળામુખી, હિમવર્ષા, વીજળીઓ સાથે વરસાદ અને ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓનું જોર રહેશે. તથાગત કશ્યપે તેના ખગોળશાસ્ત્રના આટલા વર્ષોના અનુભવના આધારે અત્યારથી જ ૨૦૫૦ સુધીમાં ૨૦ જેટલા જવાળામુખી વિસ્ફોટની તારીખ સાથે આગાહી કરી દીધી છે.

(8:25 pm IST)