ગુજરાત
News of Tuesday, 23rd October 2018

સુરતમાં ૮મા ધોરણની બાળા બેભાન હાલતમાં મળીઃ અપહરણ કરીને દુષ્‍કર્મ આચર્યાની પરિવારની ફરિયાદ

 

સુરતમાં તારીખ 19મીના શુક્રવારના રોજ દેવીપૂજક સમાજની અને ધોરણ 8માં ભણતી એક છોકરી રસ્તા પરથી બેભાન અવસ્થામાં મળતા ચકચાર મચી ગઇ હતી. મામલે ઓલપાડ પોલીસનું કહેવું છે કે તેનો અકસ્માત થયો છે જેના કારણે તે રસ્તામાં બેભાન પડી હતી. મામલામાં પોલીસે બે જણની ધરપકડ કરી હતી પરંતુ થોડા સમયમાં તેમનો જામીન પર છૂટકારો થયો હતો.

ઘટના પ્રકાશમાં આવતા દેવીપૂજક સમાજમાં હાહાકાર મચી ગયો છે. વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં હોસ્પટલની બહાર પણ પરિવાર અને સમાજના લોકો ભેગા થયા હતાં.

પરિવાર મામલામાં પોલીસના નિર્ણય પર શંકા નીપજાવતા કહે છે કે, 'અમારી છોકરી સ્કૂલેથી છૂટીને ઘરે આવતા તેને મોડુ થયું હતું. જેથી અમે લોકોએ તેની તપાસ આદરી હતી. દરમિયાન અમારી પર એક ફોન આવ્યો કે તમારી છોકરી રસ્તા પર ખરાબ હાલતમાં પડી છે. અમને નથી લાગતું કે તે રસ્તા પર કોઇ અકસ્માત થયો હોય પરંતુ અમારી છોકરીનું અપહરણ કરીને દુષ્કર્મ થયું છે. અમારી મામલામાં બરાબર તપાસ થાય તેવી માંગ છે.'

હાલ ઓલપાડ પોલીસે બે આરોપીઓને જામીન આપીને છૂટકારો કર્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ પરિવારની વાત માની આગળ તપાસ હાથ ધરે છે કે નહીં.

(6:08 pm IST)