ગુજરાત
News of Tuesday, 23rd October 2018

પ્રાદેશિક ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અમદાવાદ-મહેસાણાની ૨૯ સ્‍કૂલો માટે રિવાઇઝડ ફી નક્કી કરાઇઃ સુધારેલ માળખુ રૂૂ.૨પ,૨૦૦થી રૂૂ.પ લાખ સુધીનું

 

અમદાવાદ: સોમવારે પ્રાદેશિક ફી રેગ્યુલેશન કમિટી (FRC) અમદાવાદ અને મહેસાણાની 29 સ્કૂલો માટે રિવાઈઝ્ડ ફી નક્કી કરી છે. સુધારેલું ફી માળખું 25,200થી 2.5 લાખ રૂપિયાનું છે. પેરેન્ટ્સ અને સ્કૂલો સુધારેલા ફી માળખાથી સંતુષ્ટ નથી એટલે ફરીથી FRCનો સંપર્ક કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં FRC 70 સ્કૂલોની ફી નક્કી કરી છે, જ્યારે 15 સ્કૂલોના ફી સ્ટ્રક્ચરમાં સુધારા બાકી છે. FRCના અધિકારીઓનું કહેવું છે કે, જે સ્કૂલોએ નક્કી કરેલા માળખા કરતાં વધારે ફી લીધી હશે તેમણે પરત આપવી પડશે અથવા તો આગામી શૈક્ષણિક સત્રમાં એડજસ્ટ કરી આપવી પડશે.

સ્કૂલોની ફી ઘટાડી

લિસ્ટ પ્રમાણે, પૂર્વ વિસ્તારમાં આવેલી DPS 1.13 લાખનું ફી પ્રપોઝ આપ્યું હતું જેને ઘટાડીને 68,250 રૂપિયા કરાયું છે. DPS બોપલ દ્વારા 95,700 રૂપિયા ફી રજૂ કરવામાં આવી જે ઘટાડીને 68,250 રૂપિયા કરાઈ. નિર્માણ વિદ્યાવિહારે 1.08 લાખ રૂપિયા ફી સૂચવતી હતી જે ઘટાડીને 68,250 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સંત કબીર સ્કૂલની ફી 1.07 લાખ રૂપિયાથી ઘટાડીને 75,600 રૂપિયા નક્કી કરાઈ છે.

ફી 6 લાખથી ઘટાડી 2.5 લાખ કરી

સિવાય તુલિપ ઈન્ટરનેશનલ (1.2 લાખથી ઘટાડી 91,350 રૂપિયા ફી કરાઈ), અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ (ફી 5.7 લાખ રૂપિયાથી ઘટાડી 2.1 લાખ રૂપિયા કરી), એકલવ્ય સ્કૂલ (2.6 લાખથી ઘટાડી 99,750 રૂપિયા કરી), આનંદ નિકેતન, હાથીજણ (95,000થી ઘટાડી 70,350 રૂ. કરી), એશિયા ઈંગ્લિશ સ્કૂલ (65,115થી ઘટાડી 31,500 રૂપિયા કરી) અને જે.જી.ઈન્ટરનેશનલ સ્કૂલ (6 લાખથી ઘટાડી 2.5 લાખ કરાઈ)ના ફી માળખામાં સુધારો કરવામાં આવ્યો છે.

વાલીનો મત

એક વાલીએ જણાવ્યું કે, “ફી માળખામાં 10%થી લઈને 60% જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે, નિર્ણય પ્રશંસનીય છે. જો કે, ઘણી સ્કૂલોની ફી હજુ પણ ખૂબ વધારે છે. સ્કૂલોએ સ્પષ્ટતા આપવી જોઈએ કે શા માટે આટલી બધી ફૂ વસૂલે છે? FRCની રચના માગોની તર્કશુદ્ધતાથી સમજાવવા માટે કરાઈ છે.”

(5:55 pm IST)