ગુજરાત
News of Tuesday, 23rd October 2018

પતંગ હોટલમાં બેઠા-બેઠા સાબરમતી નદી અને અમદાવાદને જોવાનો લ્હાવો

 

અમદાવાદઃ ફૂડી વ્યક્તિને અવનવી રેસ્ટોરાં અને હોટલનું ફૂડ ટ્રાય કરવાનો શોખ હોય છે. જે પણ નવી હોટલ ખુલે ત્યાં ખાવા માટે પહોંચી જતાં લોકોને સંખ્યા ઓછી નથી. હોટલવાળા પણ કસ્ટમર્સને આકર્ષવા માટે અવનવી થીમ લઈને આવતાં હોય છે. સ્વાદિષ્ટ ફૂડની સાથે હોટલનો માહોલ પણ એવો હોય કે મૂડ ફ્રેશ થઈ જાય. ફૂડી હોવાની સાથે સાથે તમને ટ્રાવેલિંગનો પણ શોખ હોય તો હવે દેશના શહેરોમાં જાવ ત્યારે રિવોલ્વિંગ રેસ્ટોરાંની મજા લેવાનું ના ચૂકતા. રિવોલ્વિંગ રેસ્ટોરાંમાં બેઠા બેઠા શહેરનો વ્યૂ જોવાની મજા કંઈક અલગ હોય છે. આગળ વાંચો દેશના કયા શહેરોમાં રિવોલ્વિંગ રેસ્ટોરાં આવેલી છે.

 

નીલકંઠ પતંગ, આશ્રમરોડ, અમદાવાદ

બહુ ઓછા અમદાવાદીઓ હશે જેમણે પતંગમાં ખાવાનો આનંદ નહીં લીધો હોય! નોર્થ ઈન્ડિયન, કોન્ટિનેંટલ અને ચાઈનીઝ ફૂડ સાથે હોટલની અંદરનું ડેકોરેશન તેમજ ઊંચાઈ પરથી દેખાતું આપણું અમદાવાદ. પતંગ હોટલમાં બેઠા-બેઠા સાબરમતી નદી અને અમદાવાદને જોવાનો લ્હાવો લેવો હોય તો અહીં જવું જોઈએ.

કંદીલ, ટેક્સ પ્લાઝો હોટલ, સુરત

એશિયાની સૌથી પહેલી રિવોલ્વિંગ રેસ્ટોરાં ગણાતીકંદીલ’ 180 મીટર ઊંચાઈએ આવેલી છે. હોટલનું એક ચક્કર પૂરું કરતાં 80 મિનિટ લાગે છે. ફેમિલી સાથે ડાયમંડ સિટી સુરતનો વ્યૂ જોતાં જોતાં નોર્થ ઈન્ડિયન, ચાઈનીઝ અને કોન્ટિનેંટલ ફૂડનો આનંદ લઈ શકો છો. હવે સુરત જાઓ ત્યારે રેસ્ટોરાંમાં જવાનું ભૂલતા નહીં.

પરિક્રમા, નવી દિલ્હી

240 ફૂટની ઊંચાઈએ આવેલી રેસ્ટોરાંમાં 1990થી ચાઈનીઝ અને નોર્થ ઈન્ડિયન ફૂડ પીરસવામાં આવે છે. રિવોલ્વિંગ રેસ્ટોરાંનો એક ચક્કર પૂરો થતાં 90 મિનિટનો સમય લાગે છે. દિલ્હીના ઐતિહાસિક સ્થળો તમે અહીં બેઠા બેઠા ટેસ્ટી ફૂડ સાથે જોઈ શકો છો.

UFO રિવોલ્વિંગ રેસ્ટોરાં, મુંબઈ

મુંબઈની એકમાત્ર રિવોલ્વિંગ રેસ્ટોરાં જ્યાં ચાઈનીઝ, નોર્થ ઈન્ડિયન અને કોન્ટીનેંટલ ફૂડ પીરસવામાં આવે છે. માયાનગરી મુંબઈનો નજારો હોટલમાંથી તમને જોવા મળશે. આશરે 80 મિનિટમાં રિવોલ્વિંગ રેસ્ટોરાંનું એક ચક્કર પૂરું થાય છે. હોટલની ખાસ વાત છે કે અહીંનું આખું ઈન્ટિરિયર સફેદ રંગનું છે. હોટલમાં હંમેશા લોકોની ભીડ રહે છે. માટે હવે મુંબઈ જાઓ ત્યારે રેસ્ટોરાંમાં જવાનું પ્લાનિંગ હોય તો અગાઉથી બુકિંગ કરાવી લે જો નહિ તો વારો નહીં આવે.

ઓમ રિવોલ્વિંગ રેસ્ટોરાં, જયપુર

60 મિનિટની અંદર તમે પિંક સિટી જયપુરનો ભવ્ય નજારો જોઈ શકો છો પણ ચટાકેદાર રાજસ્થાની વાનગીઓ સાથે. રેસ્ટોરાંમાં નોર્થ ઈન્ડિયન અને કોન્ટીનેંટલ ફૂડનો સ્વાદ પણ લઈ શકો છો. હોટલમાં જાઓ ત્યારે અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનો લ્હાવો ચોક્કસ લે જો.

આસમા રેસ્ટોરાં, પંચકુલા, હરિયાણા

492 ફૂટની ઊંચાઈએ આવેલી રેસ્ટોરાંમાં તમને નોર્થ ઈન્ડિયન, મુઘલાઈ, ચાઈનીઝ અને કોન્ટીનેંટલ ફૂડનો સ્વાદ માણવા મળશે. એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માગતા કપલ માટે જગ્યા બેસ્ટ છે.

પિંડ બલૂચી, પટના, બિહાર

પટનાના બિસ્કોમન ભવનના 16-18મા માળે આવેલી હોટલ છેલ્લા 30 વર્ષોથી નોર્થ ઈન્ડિયન અને પંજાબી ફૂડ પીરસે છે. જે લોકો ઓપન સ્પેસની સાથે રિવોલ્વિંગ રેસ્ટોરાંનો કોન્સેપ્ટ શોધતાં હોય તેમના માટે છે જગ્યા.

(5:54 pm IST)