ગુજરાત
News of Tuesday, 23rd October 2018

સુરતમાં ગોડાદરાની માસુમ બાળકીની સાથે નરાધમે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસે ધરપકડ કરી

સુરત:ગોડાદરાની માસૂમ બાળાને પીંખી નાંખી હત્યા કરનારા હેવાન અનિલ યાદવને સુરત પોલીસ બિહારથી લઇ આવી હતી. પોલસની પૂછપરછમાં સમગ્ર ઘટનાક્રમ અંગે ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.

પોલીસ અધિકારીઓ પણ નરાધમની કેફિયત સાંભળી સ્તબ્ધ થઇ ગયા હતા. નરાધમ નશામાં ચકચૂર બની મોબાઇલમાં પોર્ન વીડિયો જોતો હતો, મગજ પર વિકૃતિનો નશો ચઢી ગયો હતો અને તે સમયે જ માસૂમ બાળા રમતા-રમતા તેના રૂમમાં ઘૂસી ગઇ હતી. જાતિય આવેગો રોકી નહિ શકેલા અનિલ યાદવે સાડા ૩ વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મની સાથોસાથ ફૂલ જેવી બાળા સાથે યાદવે સૃષ્ટિ વિરૂદ્ધનું પણ કૃત્ય આચર્યું હતુ. જેને કારણે અસહ્ય પીડા થતા બાળકી રડવા લાગી હતી. જેથી ગભરાઇને હવસખોરે બાળકીનું મોઢું દબાવી દીધું હતુ, મોઢું દબાવતા જ બેભાન થઇ ગયેલી બાળાનું ગળું દબાવી હંમેશા માટે શાંત કરી દીધી હતી. આ રીતે દુષ્કર્મ અને હત્યાકાંડ કર્યા બાદ નરપિશાચ અનિલ યાદવ ઘરમાં જ બેસી રહ્યો હતો. બાળકીને શોધવા બહાર લોકોની દોડધામની સાથોસાથ પોલીસની પણ ધોંસ વધી ગઇ હોવાનું જણાતા તે રૂમમાં જ બેસી રહ્યો હતો. પરિવારજનોએ મોડીરાત્રે તેનો દરવાજો પણ ખખડાવ્યો હતો.

(5:05 pm IST)