ગુજરાત
News of Tuesday, 23rd October 2018

અમદાવાદમાં સાળાએ ગેગસ્ટર પાસે બનેવીને 70 લાખમાં મારી નાખવાની સોપારી આપતા અરેરાટી

અમદાવાદ:શહેરના ઝુહાપુરામાં ગેંગસ્ટર નજીર વ્હોરા અને જમાલપુરના સલીમ જુમ્માખાનને મારી નાખવાની સોપારી નજીર વ્હોરાના બનેવીએ મુસ્તુફા વ્હોરાએ શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમા સીબીઆઇના સાક્ષી આજમખાન પઠાણને૭૦ લાખમાં આપી હતી. તે ત્રણેય આરોપીની રાજસ્થાન એસટીએફે ધરપકડ કરી છે. જો કે મુસ્તુફાખાન વિદેશભાગી ગયો હોવાની પોલીસે શંકા સેવી છે. પોલીસે આરોપીઓએ કરેલા ચેટીંગના આધારે આરોપીઓની ધરપકડ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આજમખાન પઠાણની દીલ્હીથી રાજસ્થાન એસટીએફ ધરપકડ કરી છે. જેમાં ચોકાવનારો ખુલાસો થયો છે. જુહાપુરાના કુખ્યાત નજીર વ્હોરાની હત્યા કરવા માટે તેના જ બનેવી મુસ્તુફા વ્હોરા ઉર્ફે લાલાએ સોપારી આપી હતી. બે શુટર સદ્દામ ન્યારગર અને ઇમરાન ઉર્ફે ભુરીયાની પણ પોલીસે ઉદેપુરથી ઇમ્પોર્ટેડ પિસ્તોલ અને છ જીવતા કારતુસ સાથે ધરપકડ કરી લીધી છે. નજીર વ્હારો ઉપર જુન મહિનામાં લાલાએ તેની મિત્ર યાસ્મિન સાથે મળીને મારવા માટે પ્લાન બનાવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. તેમાં લાલો સફળ ના થતાં તેણે આજમખાનને નજીરને મારી નાખવા માટે ૫૦ લાખની સોપારી આપી હતી.

(5:04 pm IST)