ગુજરાત
News of Tuesday, 23rd October 2018

ગાંધીનગર શહેર નજીક હોસ્પિટલમાં તબીબે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી

ગાંધીનગર: શહેર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં બે વર્ષ અગાઉ ડેન્ગ્યુની બિમારીથી દાખલ થયેલી યુવતિ ઉપર હોસ્પિટલના જ મુળ પાકિસ્તાની તબીબે બળાત્કાર ગુજાર્યો હતો અને આ સંદર્ભે તબીબ સહિત બે કર્મચારીઓ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં તબીબે નિર્દોષ હોવાનું કહીને નાર્કો ટેસ્ટ માટે અરજી કરતાં આજે ગાંધીનગર એફએસએલમાં તેને નાર્કો ટેસ્ટ માટે લઈ જવાયો હતો. 

ગાંધીનગર શહેર નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં ગત તા.રરમી સપ્ટેમ્બર ર૦૧૬ રોજ ડેન્ગ્યુની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલી યુવતિ ઉપર ત્યાં ફરજ બજાવતાં કર્મચારી ચંદુ ઉર્ફે ચંદ્રકાંત ગોવિંદભાઈ વણકર તેમજ તબીબ ડો.રમેશ ભુરાલાલ ચૌહાણ દ્વારા આ યુવતિ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતિની ફરિયાદના આધારે કર્મચારી અને તબીબ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.  બળાત્કાર કરનાર તબીબ મુળ પાકિસ્તાનનો હોવાથી ફોરેન એકટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે આ કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલી રહયો છે.

(5:04 pm IST)