ગુજરાત
News of Tuesday, 23rd October 2018

સુરતમાં કરોડપતિ ભાઈ-બહેને કરોડોની સંપત્તિ ઠુકરાવી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો

સુરત:કરોડો રૂપિયાની સંપત્તિને ઠોકર મારીને ભાઈ બહેન યશ વોરા (20 વર્ષ) અને આયુષી વોરા (22 વર્ષ) દીક્ષા લેશે. 9 ડિસેમ્બરે સુરતમાં યોજાનારા સમારોહમાં તેમને દીક્ષા અપાશે અને એ બાદ તેઓ સાધુ બનીને સાંસારિક જીવનને અલવીદા કહી દેશે.

તેઓ કપડાના વેપારીના સંતાનો છે. ભાઈ બહેને ધાર્મિક અભ્યાસ માટે પૂજ્ય આચાર્ય ભગવાન યશોવરમ સૂરિશ્વરજી મહારાજ પાસે જતા હતા. ચાર વર્ષ પહેલા તેમણે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાનુ નક્કી કર્યુ હતુ.

યશ તો અભ્યાસ પુરો કરીને હાલમાં પિતાને બીઝનેસમાં  પણ મદદ કરે છે. જોકે તેનુ કહેવુ છે કે મને લાગે છે કે હું આ કામ માટે નથી બન્યો. મારુ મન અશાંત રહેવા લાગ્યુ હતુ. એ પછી મારી બહેન આયુષીએ મને દીક્ષા લેવા માટે સલાહ આપી હતી. મેં પાલિતાણામાં દર્શન કર્યા બાદ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

યશ અને આયુષીના પિતા સંતાનોના નિર્ણયથી ખુશ છે.તેઓ પોતાના વધુ એક પુત્રને પણ ભવિષ્યમાં દીક્ષા લેતો જોવા માંગે છે.

(5:01 pm IST)