ગુજરાત
News of Tuesday, 23rd October 2018

દહેજની માંગણી કરી સોજીત્રાની પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

સોજીત્રા:ખાતે રહેતી સબનમબેનને તેના પતિ યાસીફભાઈ, સાસુ ઝરીનાબેન, સસરા સિરાજભાઈ, જેઠ ફિરોજભાઈ, જેઠાણી મુનીરાબેન, નણંદ યાસ્મીનબેન તથા સોહાનાબેન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઘરના કામકાજ બાબતે મેણાં ટોણા મારીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કર્યો હતો. પોતાનું લગ્નજીવન નંદવાઈ ના જાય તે માટે પરણિતા બધો ત્રાસ સહન કરતી હતી પરંતુ તેણીની પાસે દહેજની માંગણી ચાલુ કરી દીધી હતી. જે ના સંતોષાતા તેણી સાથે ઝઘડો કરીને કાઢી મુકી હતી જેથી તેણીએ સોજીત્રા પોલીસ મથકે આવીને તમામ વિરુદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:57 pm IST)