ગુજરાત
News of Tuesday, 23rd October 2018

ટાટા મોટર્સ દ્વારા કમર્શિયલ વાહનો માટે રાષ્ટ્રવ્યાપી ફ્રી સર્વિસ શિબિર શરૂ

અમદાવાદઃ ગ્રાહકોને નાવીન્યપુર્ણ નિવારણો પ્રદાન કરવાની તેની કટીબધ્ધતા મજબુત બનાવવા માટે ટાટા મોટર્સ સીવીબીયુ વિભાગ તેનો પ્રથમ ગ્રાહક કંપનીને મળ્યો તે દિવસની સ્મૃતિમાં દર વર્ષે ર૩ મી ઓકટોબરે રાષ્ટ્રીય ગ્રાહક સંભાળ દિવસની ઉજવણી કરે છે. ટાટા મોટર્સ દર વર્ષે ગ્રાહકોનો આભાર માને છે અને દેશભરમાં બધા ટાટા કમર્શીયલ વાહનના માલીકો માટે રાષ્ટ્રવ્યાપી મફત સર્વિસ શિબિર ગ્રાહક સેવા મહોત્સવની પહેલ કરે છે. આ અજોડ ગ્રાહકલક્ષી પહેલ ર૩મીથી ર૯ મી ઓકટોબર દરમ્યાન ૧પ૦૦ થી વધુ ટાટા મોટર્સના વર્કશોપમાં આયોજન કરવામાં આવે છે.

આ સર્વિસ કેમ્પમાં માલીકોને સ્પેર પાર્ટસ, લેબર અને પ્રોફાઇલ એન્જીનની ખરીદી પર આકર્ષક ડીસ્કાઉન્ટસ મળી શકે છે. ગયા વર્ષે હાથ ધરાયેલ ગ્રાહક સેવા મહોત્સવમાં ૧.પ લાખ ગ્રાહકોએ શિબિરમાં આવીને અદભુત પ્રતિસાદ આપ્યો હતો. કંપનીએ ર૪ મી ઓકટોબરથી ૩૧ મી ઓકટોબર વચ્ચે ગ્રાહક સંવાદ કેમ્પેઇન પણ શરૂ કરી રહી છે. આ કેમ્પેઇન થકી ટાટા મોટર્સની ગ્રાહક સંભાળ ટીમ કંપનીની નાવીન્યપુર્ણ ઓફરો વિશે કમર્શિયલ વાહનના ગ્રાહકો અને કાફલાના માલીકો સાથે બેઠકોનું આયોજન કરશે ટીમે બહેતર ગ્રાહક અનુભવ માટે ફીડબેક પણ જમા કર્યો છે. આ કેમ્પેઇનના ભાગરૂપે ટાટા મોટર્સ ગ્રાહકોને સર્વિસ માટે પુરસ્કૃત પણ કરશે તેમ ટાટા મોટર્સ લી.ના કમર્શીયલ વ્હીલક બિઝનેસ યુનીટના કસ્ટમર કેરના ગ્લોબલ હેડ શ્રી આર.રામકૃષ્ણએ જણાવ્યું હતું.

(3:38 pm IST)