ગુજરાત
News of Tuesday, 23rd October 2018

ઇસુઝુ દ્વારા ભારતમાં નવી એમયુ-એકસ એસયુવી કાર લોન્ચ

 અમદાવાદ તા. ર૩: ઇસુઝુ મોટર્સ દ્વારા જેની આતુરતાથોી રાહ જોવાઇ રહી હતી તે નવી ઇસુઝુ એમયુએકસ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. આ નવી એમયુ-એકસ ઇગલ ઇન્સપાયર્ડ સ્ટાઇલિંગ અને રીફ્રેશ ડિઝાઇન કે જે આગળ અને પાછળ એમ બંને ભાગમાં આકર્ષક રીતે જોવા મળે તે રીતે તૈયાર કરાઇ છે. એમયુ-એકસ રીફ્રેશ મોડલ સારી ગુણવત્તા સાથેની લેર સીટ્સ અને લાવા બ્લેક પ્રીમિયર ઇન્ટરીયર સ્પોર્ટીયર ડિઝાઇન સાથેનું છે. ભારતમાં એસયુવી પ્રીમિયર સેગમેન્ટમાં સાત સી સાથેની ફુલ સાઇઝ પ્રિમિયમ એસયુવી કાર છે.

આ નવી એમયુ.-એકસ અંગે ઇસુઝુ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર યામાગુચીએ જણાવ્યું હતું કે આ ઇસુયુ એમયુ-એકસ ભારતના એસયઁુવી માર્કેટમાં ઘણી યોજનાઓ જગાવી ચુકી છે. અને તે હવે ભારતના ઘણા પરિવારો માટે એક મહત્વની અને પ્રથમ પસંદગી બનશે. આ નવી એમયુ-એકસ કાર સાથે ભારતમાં એસયુવીના ચાહકો માટે કંઇક નવું લઇને આવ્યા છે.

ક્રિકેટ જગતના જાણીતા સેલિબ્રિટી ક્રિકેટર જોન્ટી રોકસ ભારતમાં ઇસુઝુના લાઇફ સ્ટાઇલ એમ્બેસેડર છે.

(3:37 pm IST)