ગુજરાત
News of Tuesday, 23rd October 2018

ગુજરાતની સરકારી શાળાઓના ૬ થી ૮ ધોરણના ૩૦% વિદ્યાર્થીઓને વાંચતા-લખતા નથી આવડતું

સરવાળા-બાદબાકી પણ નથી આવડતું : ભણે ગુજરાતની વરવી વાસ્‍તવિકતા

અમદાવાદ તા.૨૩: સરકારી શાળાના ધોરણ ૬,૭,૮ના ૩૦ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી અને ઇંગ્‍લીશના સાદા વાકયો લખી કે વાંચી શકતા નથી. તેઓ એક આંકડાના સરવાળા કે બાદબાકી જેવું ગણિત પણ નથી જાાણતા તેનાથી વધુ ખરાબ પરિસ્‍થિતિ કઇ હોઇ શકે?

શિક્ષણ વિભાગના ઉચ્‍ચ સુત્રોએ કહયું કે ધોરણ ૬ થી ૮ના લગભગ ૨૧ લાખ વિદ્યાર્થીઓના સર્વેમાં જાણવા મળ્‍યું કે લગભગ ૬ લાખ વિદ્યાર્થીઓ સામાન્‍ય વાંચન, લેખન કે ગણતરી નથી કરી શકતા.

 તોએ માય નેમ ઇઝ રમેશ જેવું ઇંગ્‍લીશ કે ગાય ઘાસ ખાય છે. જેવું ગુજરાતી વાકય પણ નહોતા વાંચી કે લખી શકયા. તેઓ ૨+૨=૪, ૩+૭ =૧૦ અથવા ૭-૪ =૩ જેવું ગણિત પણ નહોતા કરી શકયા.

રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ના જ્ઞાન માટેની ચકાસણી માટે ચલાવાયેલ ગુણોત્‍સવ અભિયાન દરમ્‍યાન આ માહિતી જાણવા મળી હતી.

શિક્ષણ પ્રધાન ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ કહયું કે આ બહુ ગંભીર બાબત છે અને સરકાર સ્‍થિતિ બદલવા માટે પગલા લેશે.

તેમણે કહયું કે ગુજરાત એક માત્ર એવું રાજય છે જેણે આવી ચકાસણી કરી છે. અમે તેના માટે મિશન વિદ્યા જેગા પગલા પણ લીધા છે જેના લીધે પહેલા એક કલાસમાં પ વિદ્યાર્થીઓ જ વાંચી લખી શકતા તેની જગ્‍યાએ હવે પ વિદ્યાર્થીઓ જ નથી વાંચી લખી શકતા.

મિશન વિદ્યા અભિયાન ગુજરાત સરકાર દ્વારા હમણાંજ ચાલુ કરાયું છે, જેમાં શિક્ષકોને નબળા વિદ્યાર્થીઓને ૩૫ દિવસ સુધી ૩ કલાક એકસ્‍ટ્રા કલાસ દ્વારા ભણાવવાનું કહેવાયું હતું.

મિશન વિદ્યા પુર્ણ થયા પછી જે નબળા વિદ્યાર્થીઓ હતા તેમાંથી ૪૩% વિદ્યાર્થીઓ વાંચી અને લખી શકતા  થયા હતા.

એક શિક્ષણશાષાીએ કહયું, ‘‘ આઠમા ધોરણ સુધી કોઇને નાપાસ ન કરવાની નીતિના કારણે શિક્ષણનું સ્‍તર બગડયું છે. શિક્ષણને વધારે પવિત્ર બનાવવાની જરૂર છે. અને દરેક બાળકને પાયાનું જ્ઞાન હોય તે ચોકસાઇ રાખવી જરૂરી છે.'

(6:21 pm IST)