ગુજરાત
News of Tuesday, 23rd October 2018

અમદાવાદ:ગરબા કાર્યક્રમમાં સીડી ફેંકવા બાબતે RJ દેવકી સહિત 4ની ધરપકડ બાદ જમીન મુક્ત

આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ

અમદાવાદ :નવરાત્રિ દરમિયાન માહી પાર્ટી પ્લોટમાં  ગરબાના કાર્યક્રમમાં આરજેએ સ્ટેજ ઉપરથી સીડી ફેંકાતા ચાર વર્ષના બાળકને આંખની નીચે વાગી હતી. જેમાં બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલામાં આરજે દેવકી, આયુષ, નિશિતા અને હર્ષની ધરપકડ કરાઈ હતી અને આરજે ઘ્રુમિલ ગુજરાતમાં હાજર હોવાને કારણે તેને ક્લીન ચીટ આપી છે. ચારેયની બપોરે ધરપકડ કરી હતી અને સાંજે તેમને જમીન મુક્ત પણ કરી દેવાયા હતા .

 

  અંગેની વિગત મુજબ સિંધુભવન રોડ પર આવેલા માહી પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં 12 ઓક્ટોબરે ભાવેશ ઝાલાવાડિયા પત્ની આરતી અને ચાર વર્ષનો દીકરા અર્થ ત્યાં ગરબા રમવા ગયા હતાં રાતના 11.30 વાગ્યે તમામ આરજે સ્ટેજ ઉપર આવ્યા હતા. તે લોકોએ તેમની સીડીના પ્રમોશન માટે સ્ટેજ પરથી સીડીઓ ફેંકતા હતાં. રીતે તેમની સીડીના પ્રમોશન કરવાની રીત તેઓ વર્ષોથી કરે છે. ફેંકવામાં આવેલી સીડીમાંથી એક સીડી અર્થને આંખની નીચે વાગી હતી
  અંગેની ફરિયાદ પિતા ભાવેશભાઇએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સોમવારે બપોરે લોકોની ધરપકડ કરી હતી. તેમને સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત કરાયા હતા.

 

(12:23 pm IST)