ગુજરાત
News of Friday, 23rd September 2022

એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ  રહી છે આ તબક્કે ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના કેન્દ્રીય સંચાર બ્યુરો ગોધરા ધ્વારા એકતા નગર  ટેન્ટ સિટી-૨ માં ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમા વિભાગ ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પર ફોટો પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,આ ફોટો પ્રદર્શન કાર્યકમને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્રભાઇ યાદવ દ્વારા રીબીન કાપી પ્રજા માટે ખુલ્લલો મૂકવામાં આવ્યો હતો

 કાર્યકમમાં કેન્દ્રીય સંચાર બ્યુરોના અપર મહા નિદેશક  પ્રકાશ મગદુમ તેમજ ડેપ્યુટી ડાયરેકટર યોગેશ પંડયા  ઉપસ્થિત રહ્યા હતા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘષની ગાથાને રજૂ કરતાં ફોટો પ્રદર્શન લોકોનું આંકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને સ્વતંત્ર સેનાની વિશે જાણકારી આપતા અને આઝાદીની વિવિધ ચળવળને રજૂઆત કરતાં આ ફોટો પ્રદર્શનને ભવ્ય પ્રતિસાદ મળ્યો લોકો પ્રદર્શન નિહાળી દેશ ભકિતના રંગે રંગાયા હતા. ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ ધ્વારા આયોજીત ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામના ભાગ રૂપે કેન્દ્રીય સંચાર બ્યુરો ગોધરા ધ્વારા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા કેવડીયામાં કવેસ્ટ તેમજ નિબંધ સંપર્ધા પણ યોજવામાં આવી હતી અને વિદ્યાર્થી ઓને વિભાગ ધ્વારા પુરસ્કૃત કરવામાં પણ આવ્યા હતા  કેવડીયામાં આયોજીત આ લોક સંપર્ક કાર્યકમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ સાંસ્કૃતિક કાર્યકમ પર્યાવરણ સરંક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.હતો કાર્યક્રમ અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ વિષય ઉપર ઇકો ફ્રેન્ડલી બેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

(10:23 pm IST)