ગુજરાત
News of Friday, 23rd September 2022

વડોદરામાં લગ્નના વિસ વર્ષ બાદ શંકાશીલ નશેબાજ પતિના ત્રાસથી કંટાળી 2 સંતાનની માતાએ પોલીસનો સહારો લીધો

વડોદરાઃ લગ્નના વીસ વર્ષ  પછી પણ શંકાશીલ  અને નશેબાજ પતિનો અત્યાચાર ચાલુ રહેતાં બે સંતાનની માતાએ મહિલા પોલીસની મદદ લીધી છે.મહિલાએ પોલીસને કહ્યંુ છે કે,મારા લગ્ન વાસુદેવ સાથે થયા બાદ અમને બે સંતાન છે.જેમાં એક પુત્રી કોલેજમાં છે.હું કોઇ પણ સબંધી પુરૃષ સાથે વાત કરૃં તો પણ મારા પતિ મારા પર વહેમાય છે અને ગાળો ભાંડી ત્રાસ ગુજારે છે.મહિલાએ એવો આક્ષેપ કર્યો છે કે,મારા પતિએ રૃ.ત્રણ લાખની ચીજો વેચી દીધી છે અને હજી મારા પિયરમાંથી રૃ.૧૦ લાખ લાવવા માટે મારઝૂડ કરી રહ્યા છે.પતિના ત્રાસને કારણે મારે વારંવાર ઘર બદલવા પડે છે.અત્યારસુધી મેં આઠ મકાન બદલ્યા છે.મારા પતિ દારૃની ટેવવાળા છે અને મને ૧૦૦ નંબર પર  પોલીસ બોલાવી તને જેલભેગી કરી દઇશ તેવી ધમકી આપી રહ્યા છે.મારા પિયરમાંથી રૃ.૬ લાખની મદદ કરી હોવા છતાં તેઓ રૃ.૪ લાખ માટે અત્યાચાર ગુજારી રહ્યા છે.મહિલા પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધી વાસુદેવની તપાસ  હાથ ધરી છે.

(5:37 pm IST)