ગુજરાત
News of Friday, 23rd September 2022

AAPના ઉમેદવાર જગમાલ વાળાની વાણી વિલાસ :કહ્યુ-દારૂ ખુબ પીવો જોઈએ:આખી દુનિયા પીવે છે

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ સિટના ઉમેદવાર જગમાલ વાળાનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાતમાં AAPના ઉમેદવારે AAPના મોટા નેતાઓની હાજરીમાં "ફુલ પીવાની વાતો" કરી છે. AAPના ઉમેદવાર જગમાલ વાળાએ કહ્યુ "દારૂ ખુબ પીવો જોઈએ" માત્ર ગુજરાતમાં જ લોકો દારૂ નથી પીતા, આખી દુનિયા પીવે છે

તેમણે બફાટ કરતા જણાવ્યું છે. વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાય છે. મોટા ડોક્ટર, IAS અને IPS પણ દારૂ પીવે છે. સોમનાથ વિધાનસભા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ સિટના ઉમેદવાર જગમાલ વાળાનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 જગમાલ વાળાએ જાહેર સભામાં કીધું કે, માત્ર ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા આપણે દારૂ પીવો જોઈએ અધિકારીઓ અને મોટા લોકો દારૂ પીવે છે. વિશ્વમાં 800 કરોડની વસ્તી હોઈ, વિશ્વમાં 196 દેશમાં દારૂ પીવાની છૂટ હોઈ, સમગ્ર ભારતમાં પણ દારૂ ઉપર પ્રતિબંધ નથી ત્યારે ફકત ગુજરાતમાં દારૂબંધી કેમ...??

(11:19 pm IST)