ગુજરાત
News of Monday, 23rd September 2019

વડોદરા વાઘોડિયાના જરોદ પાસે ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 35 નબીરા ઝડપાયા 25.47 લાખનો મુદામાલ જપ્ત

જયદીપ ફાર્મહાઉસને કોર્ડન કરીને પોલીસે દરોડો પાડ્યો : દારૂ ,વાહનો અને મોબાઇલ્સ સહિતનો મુદામાલ કબ્જે

 

વડોદરા જિલ્લાનાં વાધોડિયાનાં જરોદ પાસે સ્થિત ફાર્મ હાઉસમાં દરોડા પાડીને દારૂની મહેફિલ માણતાં 35 નબીરાઓને ઝડપી પાડ્યાં હતાં. તેમની પાસેથી દારૂ, વાહનો, મોબાઇલ મળીને કુલ 25.47 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બીજી તરફ ફાર્મહાઉસ માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વાઘોડિયા પોલીસને બાતમી મળી હતી કે જરોદ ગામની સીમમાં આવેલા રજનીકાંત અમૃતલાલ જયસ્વાલનાં જયદીપ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેથી પોલીસે ફાર્મહાઉસને કોર્ડન કરીને ત્યાં દરોડા પાડ્યાં હતાં. જેમાં દારૂની મહેફિલ માણતા 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી. ઉપરાંત 26 મોબાઇલ, 7 કાર, 4 બાઇક મળીને કુલ 25, 47, 100 રુપિયાનાં મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે

દારૂની મહેફિલમાંથી પકડાયેલા આરોપીઓના નામ- દીપક ઉર્ફે વાઘો વિજયભાઇ જયસ્વાલ, પ્રિયાક જતીનભાઇ પટેલ, ધીરજ રમેશભાઇ પટેલ, ભરત ઘનશ્યામભાઇ પટેલ, ચંદ્રકાન્ત હેમંતભાઇ પરમાર, રવિસિંહ અજીતસિંહ પરમાર, કાળુભાઇ માનસિંગભાઇ રાઠોડ, નગીનભાઇ મોહનભાઇ ભાલીટા, કેયુરભાઇ વિનુભાઇ પટેલ, કિરણ રમેશભાઇ પટેલ, અમિત વરેચંદ્ર વણકર, આદિત્ય યોગેશભાઇ સોની, જલદીપ પ્રવિણભાઇ પટેલ, વિજય બલદેવભાઇ પટેલ, મેહુલ લવજીભાઇ ધામેલીયા, ભોગીલાલ બાબુભાઇ પટેલ, ધીરેન રમણભાઇ પટેલ, કૃણાલ જતીનભાઇ વટવા, મિલન અશોકભાઇ પાટીલ, ચિરાગ જયેન્દ્રભાઇ ટ્રેલર, વૈભવ અરવિંદભાઇ જોષી, હેમંત જયંતિભાઇ ભાવસાર, હેમંત રમેશકુમાર શર્મા, વિવેક બદ્રીપ્રસાદ ભાટીયા, તુષાર રમણભાઇ બ્રહ્મભટ્ટ, ગૌરાંગ રજનીકાંત ઠક્કર, જનકકુમાર જનજીવનભાઇ પટેલ, મીતુલ કનુભાઇ પટેલ, ભાવીન ઘનશ્યામભાઇ પટેલ, પ્રશાંતસેન સંતોષસેન સેન, અમિત સત્યનારાયણ સાપરે, સન્ની રાજુભાઇ પટેલ, ભરત ચંદુભાઇ પટેલ, મુકેશ કરશનભાઇ રોહીત, જીગ્નેશ જીતીનભાઇ પટેલ, રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલ.છે

(1:02 am IST)