ગુજરાત
News of Monday, 23rd September 2019

મહેસાણાના લાંઘણજના વડસ્મા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે માથાકૂટ :પોલીસનો કાફલો ગોઠવી દેવાયો

મહેસાણા એસપી,ડીવાયએસપી સહિતનો કાફલો વડ્સમાં ગામે પહોંચ્યો

 

મહેસાણાના લાંઘણજના વડસ્મા ગામે એક યુવકની હત્યાની જૂની અદાવતમાં એક કોમના બે જૂથ વચ્ચે માથાકૂટ થતા ભારે તંગદિલી ફેલાઈ હતી બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં થયેલી માથાકૂટ બાદ મહેસાણા એસપી,ડીવાયએસપી સહિતનો કાફલો વડ્સમાં ગામે પહોંચ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો

  . ઘટના બાદ 4 પોલીસ સ્ટેશનની પોલીસ વડસ્મામાં ખડકી દેવાઈ છે. બે દિવસથી દૂધ નહીં ભરવા દેવાના મામલે સમગ્ર મામલો ગરમાયો હતો. જે બાદ મહોલ્લામાં પૂતળુ સળગાવાયુ હતું. જો કે હાલમાં વડસ્મા ગામે પરિસ્થિતી કાબૂમાં છે.

 

(12:10 am IST)