ગુજરાત
News of Monday, 23rd September 2019

સુરતમાં હીરાના કારખાના માલિકનો ગળેફાંસો ખાઈને આપઘાત : સ્યુસાઇડ નોટમાં આર્થિક મંદી અને ચાર વ્યક્તિનો ઉલ્લેખ કર્યો

સ્યુસાઇડ નોટમાં મંદીથી આપઘાત કર્યાનો અને અગાઉ છેતરપીંડીની ફરિયાદ કરેલ તેવા ચાર વ્યક્તિનો ઉલ્લેખ

સુરતમાં રત્નકલાકારના આપઘાતનો આઘાત શમે તે પહેલા વધુ એક હીરાના વેપારીએ આત્મહત્યા કરી લીધી છે સુરતના  વરાછાના કોહિનૂર સોસાયટીમાં રહેતા 43 વર્ષીય મહેશભાઇ શેતા નામના હીરાના કારખાના માલિકે પોતાના જ કારખાનામાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

 મળતી વિગત મુજબ મૃતક મહેશભાઇ છેલ્લા 8 વર્ષથી હીરાનું કારખાનું ચલાવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્યોગમાં મંદીને કારણે તેઓ આર્થિક સંકડામણ ભોગવતા હતા. મૃતક મહેશભાઇ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે આર્થિક મંદીના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ છે.

  આ ઉપરાંત તેમણે સુસાઇડ નોટમાં 4 જેટલા વ્યક્તિઓના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. સુસાઇડ નોટમાં ઉલ્લેખ વ્યક્તિઓ સામે મૃતકે અગાઉ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

(9:54 pm IST)