ગુજરાત
News of Monday, 23rd September 2019

વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપ્યો: 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી

વડોદરા: શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવેલા ખાટકીવાડમાંથી પોલીસે શંકાસ્પદ ગૌમાંસ અને ભેંસના માંસનો જથ્થો જપ્ત કરીને સુરત એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યો છે. ઘટનામાં મોટાપાયે મળી આવેલા માંસના જથ્થા બદલ સાત આરોપીઓની પણ અટકાયત કરીને તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.

ઘટના અંગે વડોદરાના પ્રાણીના ફાઉન્ડેશનના જીવદયાપ્રેમી નેહા પટેલે જણાવ્યું હતું કે, શુક્રવાર અને રવિવારે બોરસદથી ગૌમાંસનો જથ્થો વડોદરા આવે છે. વખતે પણ બોરસદથી મોટાપાયે ગૌમાંસ લાવવામા આવ્યાની માહિતી મળી હતી. જેથી પોલીસને સાથે રાખીને ખાટકીવાડમાં રેડ કરી હતી. જયાં મોટાપાયેલ શંકાસ્પદ ગૌમાંસ અને ભેંસનું માંસ મળી આવ્યું હતું.

(6:05 pm IST)