ગુજરાત
News of Monday, 23rd September 2019

ઉમરેઠ તાલુકાના ભરોડ ગામની સીમમાં ખોટા એફિડેવિટના આધારે 90 હજારની લોન લઇ છેતરપિંડીના આરોપમાં બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

ઉમરેઠ: તાલુકાના ભરોડા ગામની ડુંગરીપુરા સીમમાં આવેલી ૪૭.૦૪ ગુંઠા જમીન પર ખોટી એફિડેવિટના આધારે વિદ્યાનગરની બેંકમાંથી ૯૦ હજારની લોન લઈને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતાં અંગે બે શખ્સો વિરૂધ્ધ ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ઉમરેઠના ડુંગરીપુરા ખાતે રહેતા કાભઈભાઈ નાથાભાઈ સોલંકી અને બાધીપુરા તાબે ઓડ ખાતે રહેતા જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોરે સુશાંતભાઈના કુલમુખત્યાર પરીક્ષતભાઈને ડુંગરીપુરા ગામની સર્વે નંબર ૨૩૦/પેકી /પૈકી ૩ની હેક્ટર -૪૭-૦૪ની જમીન પ્રથમ નજીરખાનને વેચાણ આપી હતી. ત્યારબાદ નજીરખાને જમીન પાછી પરીક્ષીતભાઈને વેચાણ આપી હતી. જેને લઈને તારીખ ૨૩--૧૩ના રોજ પરીક્ષીતભાઈના નામની પાકી એન્ટ્રી પડી ગઈ હોવા છતાં પણ જમીન ઉપર લોન લેવા માટે કાવતરું રચીને ઉમરેઠની મામલતદાર કચેરીમાં ખોટુ સોગંધનામુ, /૧૨, -અની નકલોમાં પોતાના નામો ના હોવા છતાં પણ પોતાના નામ દર્શાવીને વિદ્યાનગરની આઈડીબીઆઈમાં રજુ કરી ૯૦ હજારની લોન મંજુર કરાવી હતી અને રકમ ઉપાડી પણ લીધી હતી.

(6:04 pm IST)