ગુજરાત
News of Monday, 23rd September 2019

ઠાસરા તાલુકાના ઝાલાપુર ગામે અવારનવાર ફોન પર વાત કરવા બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ: સામસામે હુમલામાં ચારથી વધુને ગંભીર ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ

ઠાસરા:તાલુકાના ઝાલાપુરા ગામમાં રહેતાં એક ઈસમ અને વણોતી ગામમાં રહેતાં એક ઈસમ વચ્ચે મોબાઈલ પર અવારનવાર ફોન કરવા બાબતે આજરોજ વહેલી સવારે ઝઘડો થયો હતો. જેમાં બંને ઈસમો સહિત કુલ ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના વણોતી ગામમાં રહેતાં પ્રવિણસિંહ ફુલસિંહ ચૌહાણના મોબાઈલ ફોન પર ગત રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં મહેન્દ્રભાઈ રતનસિંહ ચાવડા (રહે.ઝાલાપુરા,તા.ઠાસરા) ફોન કરી તમે અમારા મોબાઈલ પર ફોન કેમ કરો છો તમે ઝાલાપુરા ગામે આવો તેમ કહેતાં પ્રવિણસિંહ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં ઝાલાપુરા પહોંચી ગયાં હતાં. અને મહેન્દ્રને ફોન કરી જણાવેલ કે હુ તમારા ગામમાં ત્રણ નાકા પાસે આવીને ઉભો છું. જેથી મહેન્દ્ર ચાવડા, તેના પિતા રતનસિંહ ચાવડા અને વિક્રમસિંહ ચાવડાને લઈ ત્રણ નાકા પાસે આવ્યો હતો. અને અમારા મોબાઈલ પર અવારનવાર ફોન કેમ કરો છો તેમ કહી ત્રણેય જણાં ભેગા મળી પ્રવિણસિંહને માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ભાગી ગયાં હતાં.

(6:02 pm IST)