ગુજરાત
News of Monday, 23rd September 2019

ઇડર તાલુકામાં ગ્રામ પંચાયત દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી: 100 બાકીદારોને નોટિસ ફટકારાઇ

ઇડર: નગરપાલિકા બાદ ઇડર તાલુકાની સૌથી મોટી જવાનપુરા ગ્રામ પંચાયતે પણ વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત કડકાઈ દાખવી 100 જેટલા બાકીદારોને નોટીસો ફટકારતાં રીઢા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પંચાયતે રૃપિયા 10 હજારથી 1 લાખ સુધીનો બાકી વેરો નહીં ભરતા રીઢા બાકીદારો વિરૃધ્ધ મિલકત જપ્તી તથા હરાજી જેવા આકરા પગલા ભરવાનો નિર્ણય કર્યો હોવાનું તલાટી નિતીનભાઈ પંડયાએ જણાવ્યું હતું.

ઇડર તાલુકાની સૌથી મોટી જવાનપુરા ગ્રામ પંચાયતની હદમાં શહેરનો મોટાભાગનો સોસાયટી વિસ્તાર ઉપરાંત હોસ્પિટલો તેમજ હિંમતનગર હાઈવે પર આવેલા સાપાવાડાસદાતપુરા તથા કૃષ્ણનગરનો સમાવેશ થાય છે. આટલો મોટો ક્રિમ વિસ્તાર ધરાવતી પંચાયતને પણ હાલમાં વેરા વસુલાતમાં ફાંફા પડી રહ્યા છે. સમયસર વેરા વસૂલાતને અભાવે સ્વભંડોળની આવકને ફટકો પડી રહ્યો છે જેને લઇ વિકાસ કામો અવરોધાય તેમ લાગતાંપંચાયતે વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવા કમર કસી છે.

(6:00 pm IST)